ભારતની પરંપરાગત ખેતપેદાશો (શ્રી અન્ન)ની ખેતી અને ઉપયોગને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની હિમાયતન પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ-૨૦૨૩ને ‘આંતરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. સ્વાસ્થ્ય માટે શ્રી અન્નની ઉપયોગીતા બાબતે તમામ નાગરિકો જાગૃત થાય તે હેતુસર સમગ્ર રાષ્ટ્રમાં ″શ્રી અન્ન″ એટલે કે મિલેટ્સનાં મહત્વ અંગે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.
મિલેટ વર્ષ ૨૦૨૩ને ધ્યાનમાં રાખી રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત સમગ્ર રાજ્યમાં મીલેટ્માંથી બનતી વાનગી અંગેની જુદા જુદા સ્તર પર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ભરૂચ દ્વારા સમગ્ર આઈ.સી.ડી.એસ. કચેરીમાં આવેલ તમામ સેજા કક્ષાએ, ઘટક કક્ષા અને જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ શ્રી અન્ન (મિલેટ્સ)વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સંકલિત બાળ વિકાસ યોજના કચેરી, ભરૂચ સેજાના તમામ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા શ્રીઅન્ન વાનગી સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં સિટી-પૂર્વ અને ઝાડેશ્વર સેજાની વાનગી હરીફાઈ વોર્ડ ૧૪/૪કેન્દ્ર પર આયોજન કરવામાં આવેલ.જેમાં પૂર્વ અને ઝાડેશ્વર સેજાના આશાવર્કર બહેનો દ્વારા વિવિધ ૪૭ જેટલી વાનગી નિદર્શન કરવામાં આવ્યુ. જેમાં રોજિંદા જીવનમાં વિસરી ગયેલી વાનગીનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500