પા.પા પગલી' પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં આવતા ૩ થી ૫ વર્ષના જન્મેલા બાળકોના જીવનના શરૂઆતમાં મહત્વના વર્ષમાં તેમનો ગુણવત્તાસભર જીવન કૌશલ્ય માટેનો પાયો મજબુત કરવાના હેતુ સાથે ભૂલકાઓના ભવિષ્યને ઉજવળ બનાવી સર્વાંગી વિકાસ થાય અને તેઓ બાલવાટિકાના પાયાના શિક્ષણ માટે સજ્જ થાય તે માટે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના સંયુક્ત માર્ગદર્શન અને જિલ્લા આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલના નેતૃત્વમાં બાળકોમાં પૌષ્ટિક પોષણ આહાર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે સમજ કેળવવા માટે બાળ ઉછેર માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા મોનિટરીંગ અને માર્ગદર્શનની ખુબ જ સરાહનીય કામગીરી જિલ્લામાં કરવામાં આવી રહી છે.
શિક્ષણની જ્યોત પ્રગટાવવાનું પ્રથમ પગથીયું એટલે ઘર આંગણે ગામમાં આવેલી આંગણવાડી, જયાં બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર અનેક પ્રકારની પ્રવૃત્તિઓ આહાર સહિત બોજ વિનાનું કિલ્લોલ સાથે શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. નર્મદા જિલ્લાના પાંચેય એસ્પિરેશનલ તાલુકાઓમાં અનેક આંગણવાડીઓ થકી બાળકો માટે અનેક સર્જનાત્મક કૌશલ્ય વર્ધન પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગરુડેશ્વર તાલુકાના જુનવદ ગામના આંગણવાડીમાં ૧૭ જેટલા રજીસ્ટર બાળકો નોંધાયા હતા, જે પૈકી બે બાળકો આંગણવાડીમાં આવતા જ ન હતા. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગરૂડેશ્વર તાલુકામાં “પા.પા પગલી” પ્રોજેક્ટ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઈન્સ્ટ્રક્ટર' તરીકે ફરજ બજાવતા અસ્મિતા એચ. રોહિતને આઆંગણવાડીમાં ન આવતા બાળકો અંગેની જાણકારી મળી તો તેમણે તાત્કાલિક બાળકોના વાલીઓની ગૃહ મુલાકાત લીધી અને વાલીઓને શિક્ષણનું મહત્વ, ભવિષ્ય અંગે સમજ આપીને જણાવ્યું કે, શિક્ષણએ ભવિષ્ય પરિવારનું મૂડી રોકાણ છે.
આજે મેળવેલુ જ્ઞાન ભવિષ્યની મહામુલી મૂડી પરિવારની પ્રતિષ્ઠા બની શકે અને તે માટે આંગણવાડી ભણતર પ્રથમ પગલું છે. આંગણવાડી ગામમાં ઉપલબ્ધ હોય અને તેનો લાભ ગામના તમારા જ બાળકો ન લે એ તો કેમ ચાલે? તેમણે આંગણવાડીમાં થતી પ્રવૃત્તિઓ જેવી કે, રમત-ગમત, ભાગ ૧ અને ૨ પુસ્તિકા, ચિત્રપોથી, મારી વિકાસયાત્રા તેમજ બાળપોથી વિશે ચિત્રસહ જાણકારી આપી વર્તમાન સમયમાં શિક્ષણનું મહત્વ પણ અલગ રીતે સમજાવ્યું હતું. તેમજ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે સરકારશ્રી દ્વારા થતા આ પ્રયાસો વિશે અવગત કરવામાં આવ્યા હતા અને પાયાના જ્ઞાન વિશે પરખ કરાવી આજનો ઝડપી, પ્રગતિ અને ટેક્નોલોજીનો જમાનો છે.
તેમાં શિક્ષણએ સૌ કોઈની પ્રગતિનું પ્રથમ પગથિયું છે જે ચૂકી જવાય તો જીવનમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી શકાય છે. તે વાત વાલીને સમજાતા હવેથી બાળકને નિયમિત આંગણવાણીમાં મૂકીને તેવો અમે અમલ કરીશુ. આ નાનકડા પ્રયાસ થકી આજે આ બન્ને બાળકો આંગણવાડીમાં નિયમિત આવે છે, એટલું જ નહિ પરંતુ તેમના વાલીઓ ખાસ રસ દાખવીને બાળકોને જાતે જ લેવા અને મુકવા પણ આવે છે. બાળકો પણ આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પૌષ્ટીક પોષક આહાર લઈને આનંદ ખુશી વક્ત કરી રહ્યાં છે. જે સૌની માટે પ્રેરણારૂપ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
“પા પા પગલી” અંતર્ગત બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, બાળગીત, પપેટ-શો, ઉખાણા, બાળવાર્તા, વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ આંગણવાણીમાં કરાવવામાં આવે છે તેમજ આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં છુપાયેલા કૌશલ્યને બહાર લાવી સર્જનાત્મક શક્તિઓને બાળ માનસ પટલ પર ખિલવવાનો અને આંગણવાણીમાં ખિલ ખિલાટ અને બાળ દોસ્તો સાથે નિયમિત નિશાળે ભણવા જવા સાથે દોડ મૂકીને મેદાને રમત-ગમત કરવાનો અનેરો આનંદ ઉલ્લાસનો સોનેરો અવસર છે. આંગણવાણીના આંગણામાં નિયમિત પા.પા પગલી ભરતા રહેજો ખિલતા રહેજો, ખુલ્લા આકાશને આબવાની હૈયામાં હામ ભરતા રહીને શિક્ષણની પાખ બની ગગનમાં વિહરતા રહેજો, ગામ, પરિવાર, ગુજરાતના ગૌરવને વધારતા રહેજો બાળ દોસ્તો-નમસ્તે નમસ્તે કરતા રહેજો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500