ઓડિશામાં તારીખ 2 જૂનનાં રોજ થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં 288 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 1 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. આ બધા માટે પીએમઓ અને રેલવે મંત્રાલય દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ જાહેરાત કરી છે કે તેમની સરકાર પણ ટ્રેન દુર્ઘટનાના પીડિતોને વળતર આપશે.
આંધ્રપ્રદેશ સરકાર દ્વારા પણ ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. સી.એમ.ઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના નજીકના પરિવારને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 5 લાખ રૂપિયા અને નાની ઈજાગ્રસ્તોને એક લાખ રૂપિયા આપવામાં આવશે. ઓડિશામાં આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોએ જીવ ગુમાવ્યા છે.
રેલવે મંત્રાલય વતી મૃતકોના પરિજનોને વળતરની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિજનોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બે લાખ રૂપિયાનું સહાયઆપવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અકસ્માતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો અને એમ પણ કહ્યું કે, અકસ્માતમાં જાન ગુમાવનારાઓના નજીકના પરિવારને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 2 લાખ રૂપિયા, સામાન્ય ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000/-ની સહાય આપવામાં આવશે.
વડપ્રધાન મોદીએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. પીએમઓએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. PMO ઓફિસે આ સંબંધમાં ટ્વિટ કર્યું હતું. ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં મૃતકોના દરેક મૃતકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500