આણંદ ક્લેકટરનો અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ કરવાના કેસમાં કેતકી વ્યાસ બે દિવસથી પોલીસ કસ્ટડીમાં હતા.જેના કારણે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે તેમને સસ્પેન્ડ કર્યા છે.
ક્લેકટરનો વીડિયો સ્પાય કેમેરાની મદદથી ઉતારીને વાયરલ કરવાની ઘટનામાં એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સસ્પેન્ડ આવ્યા છે, તો તેમની સાથે નાયબ મામલતદાર જે.ડી.પટેલ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આણંદ ક્લેકટરનો અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ કરવાના કેસમાં કેતકી વ્યાસ બે દિવસથી પોલીસ કસ્ટડીમાં હતા. જેના કારણે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે તેમને સસ્પેન્ડ કર્યા છે.એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને અન્ય કર્મચારી હરેશ ચાવડા સહિત ત્રણેય આરોપીઓ હાલ જ્યુડિશીલ કસ્ટડીમાં છે. પોલીસ પૂછપરછમાં આ ત્રણેય આરોપીઓએ સાથે મળીને કલેક્ટર ડી.એસ. ગઢવીને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.
જમીનને લગતી 4 ફાઇલ ક્લિયર કરાવવા માટે તમામે કારસો રચ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ગુજરાત ATS ફરિયાદી બન્યું હતું અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર ઘટના મુદ્દે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીઓને જેલહવાલે કરાયા હતા.નાયબ મામલતદાર જે. ડી.પટેલ અને ખાનગી વહીવટદાર હરીશ ચાવડાને આણંદ સબ જેલમાં મોકલાયા હતા. તો સમગ્ર કાંડની મુખ્યસૂત્રધાર ADM કેતકી વ્યાસને નડિયાદની બિલોદરા જેલમાં મોકલવામાં આવી હતી.
બીજી તરફ આણંદ કલેક્ટર હનીટ્રેપ કેસમાં વધુ ત્રણ નવી કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આરોપી ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને ખાનગી વહીવટદાર હરીશ ચાવડા સામે કલમનો ઉમેરો કરાયો છે. IPC 292 મુજબ અશ્લીલ ચિત્રો પ્રદર્શિત કરવા, IPC 201 મુજબ પુરાવાઓનો નાશ કરવો અને સેક્શન 5 ઇમોરલ ટ્રાફિક એકટ મુજબ કોર્ટે આરોપીઓ સામે કલમ ઉમેરી છે.આરોપી જે.ડી પટેલે ખાનગી વહીવટદારને આપેલ લેપટોપ અને રૂપિયા ગણવાનું મશીન આણંદ LCBએ જપ્ત કર્યું હતું. સાથે તત્કાલીન કલેક્ટર ડી એસ ગઢવીનું LCBએ નિવેદન લીધું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500