આણંદના જિલ્લા કલેકટરનો તેમની જ કેબીન માંથી વિડીયો વાયરલ થવા મામલે નવો વળાંક આવ્યો છે. કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરે લગાવીને જિલ્લા કલેક્ટરનો મહિલા સાથે અંગત પળો માણતા હોવાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત ATS દ્વારા ગુપ્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલાંક મોટા ખુલાસા થયા છે.
મહત્વનું છે કે રાજ્ય પોલીસ વડાના આદેશથી ગુજરાત એટીએસે ગુપ્તરાહે તપાસ હાથ ધરી હતી. ATSની તપાસમાં GAS કેડર કેતકી વ્યાસ, ડેપ્યુટી મામલતદાર જે.ડી પટેલ તથા હરેશ ચાવડા નામના ત્રણ વ્યક્તિઓની સંડોવણી હોવાનો ખુલાસો થયો હતો. તો સાથે સાથે, જાણવા મળ્યું હતું કે જમીનને લગતી ચાર જેટલી ફાઈલ ક્લીયર કરવા માટે કલેકટરને ફસાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ગુજરાત એટીએસે ત્રણેય સરકારી કર્મચારીઓની ધરપકડ કરીને આણંદ પોલીસને સોંપી દીધા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application