રાજ્યમાં ST વિભાગમાં ખડભડાટ જોવા મળી રહ્યો છે. જેમાં વાહનવ્યવહાર વિભાગમાં મંત્રીએ સપાટો બોલાવ્યા છે. જેમાં આણંદ ST ડેપો મેનેજર અને કંટ્રોલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેની સાથે જ ફરી એકવાર અધિકારીઓ પર તવાઈ જોવા મળી છે. વિવિધ ફરિયાદો મળતા આખરે પગલાં ભરવામાં આવ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, તાજેતરમાં આણંદના નવા એસટી બસ સ્ટેન્ડમાં અનેક અસુવિધાઓ સામે આવી હતી. જેના પછી વાહનવ્યવહાર મંત્રીએ ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમજ એક કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીની મુલાકાત ટાણે રખડતા ઢોર વચ્ચે આવ્યા હતા. જે તમામ બાબતોની નોંધ લેવામાં આવી છે.
જે પછી આણંદ ST ડેપો મેનેજર અને કંટ્રોલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડેપો મેનેજર કમલેશ શ્રીમાળી, કંટ્રોલર બળવંત ઝાલા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં થોડા દિવસો પૂર્વે કચરો નાખી સાંસદ પાસે સફાઈ કરવાનો મામલો સામે આવ્યો હતો. જે સમયે આણંદ ધારાસભ્ય યોગેશ પટેલનો બચાવ થયો હતો.
થોડાં દિવસ અગાઉ આણંદમાં ગૃહ રાજ્યમંત્રીની મુલાકાત ટાણે જ પાલિકાની પોલ ખુલી છે. જેમાં ST ડેપોની મુલાકાત દરમિયાન રખડતા ઢોર અડચણ રૂપ બન્યા હતા. જ્યારે ગૃહ રાજ્યમંત્રી અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે જ ત્યાંથી રખડતું ઢોર પસાર થયું હતું. આણંદમાં ST ડેપોની મુલાકાત દરમિયાન રખડતા ઢોર રાજ્યના મંત્રીને પણ અડચણ રૂપ બન્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500