Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત વિધાનસભાના મતોનો એનલિટીકલ રિપોર્ટ : રાજ્યની જનતાએ ભાજપ-કોંગ્રેસની સરખામણીમાં નવી પાર્ટીઓને કેટલા ટકા વોટશેર જાણો

  • December 08, 2022 

ગુજરાત વિધાનસભાની ચુંટણીનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે તેવામાં બપોરના 12 વાગ્યા સુધીમાં આવેલ ચુંટણી પરિણામોમાં સૌથી વધુ વૉટશેર ભાજપ તરફ જોવા મળી રહ્યો છે. તો કોંગ્રેસ બીજા ક્રમે અને આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમાંક પર જોવા મળી રહ્યું છે. આપએ આવતાની સાથેજ પોતાનો વૉટશેર ગુજરાતમાં વધારી લીધો છે અને મજબૂત પકડ બનાવી લીધી છે.



પાર્ટીના ઉમેદવાર હારે કે જીતે પરંતુ ઓલ ઓવર વોટશેર પરથી પાર્ટીની જેતે રાજ્યમાં મતદારો પર તેની પકડ નક્કી થતી હોય છે. તેવામાં હાલ ભાજપએ સર્વત્ર કેસરિયા કરણ કરી દીધું છે. છૂટણીના વોટિંગ એનલિટીક્સ પર કેસરીયો પટ્ટો છવાઈ ગયો છે. સૌથી વધુ વૉટશેર ભાજપનો ગુજરાતમાંથી ઊભરીને આવી રહ્યો છે. રાજ્યમાં થયેલ મતદાન પૈકી 53.19 ટકા મતો ભાજપના ફાળે ગયા છે.તો બીજી તરફ કોંગ્રેસ જૂની પાર્ટી હોવા છતા પણ માત્ર રાજ્યમાં 26.9 ટકા વૉટશેર મળ્યા છે.


આમ આદમી પાર્ટી ગુજરાતમાં એન્ટ્રીની સાથે જ લોકોમાં પ્રભાવ પાડવામાં સફળ રહી છે. આપને રાજ્યમાં 12.8 ટકા વોરશેર મળ્યો છે. જેથી આપ કોંગ્રેસની સરખામણીમાં આવતાની સાથેજ સારું પરફોર્મન્સ બતાવ્યું હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.


તો નાની પાર્ટીઓ એઆઈએમાઈએમ એનલિટીક્સ રિપોર્ટમાં 0.39 ટકા મતો મેળવ્યા છે.બીએસપીને 0.55 ટકા વૉટશેર મળ્યો છે. સીપીઆઇને 0.01 ટકા વૉટશેર મળ્યો છે. અન્ય (અપક્ષ) પાર્ટીઓના ઉમેદવારોને 4.01 ટકા મતો મળ્યા છે. બીજી બાજુ નોટા 1.61 ટકા મતો સાથે લોકોએ કોઈ પણ ઉમેદવાર ન પસંદગી કરતાં નોટા પર પસંદ કર્યો છે.



આપને મોટા પ્રમાણમાં વૉટશેર મળતા ગુજરાતના મતોના કારણે આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઊભરી આવી છે.આપની વાત કરીએ તો ખુબજ મોટી સફળતા આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં હાંસલ કરી છે.કેટલીક બેઠકો પર જીત તરફ પણ આગળ વધી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News