Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં શૂર્પણખાના પાત્રને લઈને એક અપડેટ સામે આવ્યું

  • February 12, 2024 

હાલમાં નિતેશ તિવારીની બિગ બજેટ ફિલ્મ ‘રામાયણ’ની ખુબ જ ચર્ચા થઈ રહી છે. જેમાં રામના રોલ માટે બોલિવુડ એક્ટર રણવીર સિંહ જોવા મળશે તે સાથે જ તેની કાસ્ટ અને મેકિંગને લઈને દરરોજ રસપ્રદ અપડેટ્સ સામે આવી રહ્યા છે. ત્યારે હવે શૂર્પણખાના પાત્રને લઈને એક અપડેટ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બોલિવુડની આ ફેમસ અભિનેત્રી શૂર્પણખાના રોલમાં જોવા મળશે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવા અહેવાલો છે કે શૂર્પણખાના રોલ માટે તે અભિનેત્રી સાથે વાતચીત ચાલી રહી છે.


‘પિંકવિલા’ના અહેવાલ મુજબ, નિર્દેશક નિતેશ તિવારી રામાયણમાં શૂર્પણખાના રોલ માટે બિજુ કોઈ નહી પણ રકુલ પ્રીત સિંહનો સંપર્ક કર્યો છે. જો વાત થશે તો તે ફિલ્મમાં રાવણની બહેનની ભૂમિકા રકુલ ભજવશે. એટલે કે રકુલ પ્રીત સિંહ ‘રામાયણ’માં રાવણનો રોલ કરનાર યશની બહેનના રોલમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે અગાઉ આ ફિલ્મમાં માતા સીતાના રોલ માટે જહ્વવી કપૂરનું નામ પણ સામે આવ્યું હતું જોકે તે અંગે હજુ કોઈ માહીતી સામે આવી નથી પણ હવે ફિલ્મમાં રકુલ પ્રીતની એન્ટ્રીના અહેવાલો સામે આવી રહ્યા છે. ચાલો તેના પર એક નજર કરીએ. તમને જણાવી દઈએ કે ‘રામાયણ’માં શૂર્પણખા હતી, જેના કારણે રામ અને રાવણ આમને-સામને આવ્યા અને ભયંકર યુદ્ધ થયું.


આ સંદર્ભમાં, આ કાસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શૂર્પણખાના રોલ માટે રકુલ પ્રીત સિંહે લુક ટેસ્ટ પણ આપ્યો છે. જો બધું બરાબર રહેશે તો રકુલ પ્રીત લગ્ન પછી તેનું શૂટિંગ કરશે. હાલમાં, તે 21 ફેબ્રુઆરીએ ગોવામાં જેકી ભગનાની સાથે લગ્ન કરવા જઈ રહી છે. નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર કપૂર ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવશે. અન્ય પાત્રો માટે પણ ઘણા મોટા નામ ફાઈનલ કરવામાં આવ્યા છે, જેમાં ‘KGF’ સ્ટાર યશનું નામ રાવણ માટે અને સની દેઓલનું નામ હનુમાન માટે કન્ફર્મ હોવાનું કહેવાય છે. જ્યારે કૈકેયીના રોલ માટે લારા દત્તાનું નામ કન્ફર્મ હોવાનું કહેવાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application