Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રેન અડફેટે આવતાં અજાણ્યા શખ્સનું મોત નિપજ્યુ

  • August 31, 2023 

નવસારીનાં બીલીમોરા અને અમલસાડ વચ્ચેના દેવધા વાંગરી ફળિયાના રેલવે ટ્રેકની વચ્ચે અજાણ્યો 45 વર્ષનો પુરુષ કોઈપણ ટ્રેનની અડફટે ચડી જતા તેનું મૃત્યુ નિપજ્યુ હતું. ટ્રેનની ટક્કર વાગવાથી તેનું શરીર ક્ષત વિક્ષત થઈ ગયું હતું. જયારે બપોરે દોઢ કલાકે અપ મુંબઈ તરફ જતી ગુડ્સ ટ્રેનના ડ્રાઇવરે આ બનાવની જાણ બીલીમોરા રેલવે સ્ટેશન માસ્તરને કરતા આ હદ બીલીમોરા પોલીસની હોવાથી સિટી પોલીસે આ ઘટનાની જાણ કરી હતી. મૃતક પુરુષ પાતળા બંધાનો, રંગે શ્યામ વર્ણ, તેણે શરીરે લાલ રંગનો શર્ટ પહેર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application