વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ નરોલી રોડ ઉપર પસાર થતી દમણગંગા નદીના પુલ ઉપરથી અજાણ્યા યુવકે મોબાઈલ ઉપર વાત કરતા કરતા નદીમાં છલાંગ લગાવી દીધી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલીક બચાવ કામગીરી માટે સેલવાસ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. જેથી સેલવાસ ફાયર વિભાગની ટીમે દમણગંગા નદીના વહેતા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે, એક કલાકની જેહમત બાદ યુવકની લાશ હાથ લાગી હતી. સેલવાસ પોલીસે અજાણ્યા યુવકની લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેથી પસાર થતી દમણગંગા નદીના પુલ ઉપર પગદંડી રસ્તા ઉપર નરોલી તરફથી એક યુવક એના મોબાઈલ ઉપર વાત કરતો કરતો ચાલી રહ્યો હતો અને અચાનક નદીમા ઝંપલાવી દીધુ હતું. જે યુવકને ત્યા ફરજ બજાવી રહેલ ટ્રાફિક પોલીસે જોયો હતો. જેથી તાત્કાલિક ફાયર વિભાગને ફોન કરતા પોલીસ અને ફાયરની ટીમ પહોંચી હતી. સેફટી બોટ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરી હતી. એક કલાકની જેહમત બાદ યુવાનની લાશ બ્રિજના નીચેના ભાગેથી મળી આવી હતી. આ યુવકની ઉંમર અંદાજીત 22 વર્ષની આજુબાજુ હોવાનું જાણવા મળ્યું છે. આ યુવક ક્યા રહે છે અને કયા કારણસર નદીમા ઝંપલાવ્યું એ અંગે કોઈ જ જાણકારી મળી નથી. હાલમા યુવાનની લાશને પોલીસે કબ્જો લઇ વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા કોલ્ડ સ્ટોરેજમા રાખવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અઠવાડીયામા આ બીજા યુવકે નદીમા ઝંપલાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application