Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી કરમબેલી રેલવે લાઈન પર ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત

  • August 18, 2023 

વાપી કરમબેલીની વચ્ચે કિમી નં.૧૬૮/૩૧ પર એક અજાણ્યો ૩૦થી ૩૫ વર્ષીય યુવક તા.૬ ઓગસ્ટના રોજ ૮-૨૦ કલાકે કોઈ ટ્રેનની અડફેટે આવી જતા માથાના ભાગે, બંને હાથમાં, બંને પગમાં અને પેટના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થળ ઉપર જ મોતને ભેટ્યો હતો. પોલીસે તેના વાલી વારસોની શોધખોળ કરી હતી પરંતુ કોઈ મળી આવ્યુ ન હતું. મૃતક શરીરે મધ્યમ બાંધો અને ઘઉંવર્ણ ધરાવે છે. જેણે આછા લીલા કલરનું શર્ટ પહેર્યુ હતું. જમણા હાથમાં કાળો દોરો બાંધેલો છે. જે કોઈને પણ વાલી વારસની ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનના ફોન નં.૦૨૬૦-૨૪૬૧૧૦૦ અથવા ૯૮૭૯૨૩૩૦૫૩ પર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application