Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં એક અજાણી મહિ‌લાનું ટ્રેન અડફેટે આવી જતાં મોત નીપજ્યું હતુ

  • June 10, 2021 

બારડોલીમાં એક અજાણી મહિ‌લાનું ટ્રેન અડફેટે આવી જતાં મોત નીપજ્યું હોવાનો બનાવ રેલ્વે પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ તા.૧૦મી જુન નારોજ, બારડોલીના રેલવે સ્ટેશનની પશ્ચિમે યાર્ડમાં કી.મી. નં ૨૬/૨૧-૨૩ ની વચ્ચે ટ્રેન નંબર KEB/BRC અપ ગુડ્સ ટ્રેનની ટક્કર વાગતા માથામાં તથા હાથે-પગે થયેલ ગંભીર ઈજાઓના કારણે એક અજાણી મહિ‌લા ((ઉ.વ.આ.૫૫)) ટ્રેન અડફેટે આવી જતા મૃત્યુ પામી હતી.

 

 

 

મરનાર શરીરે પાતળા બાંધાની, રંગે ઘઉંવર્ણ, ઉંચાઈ આશરે પ ફૂટ ૪ ઈંચ, શરીરે ગુલાબી કેસરી લીલાની ડિઝાઈનવાળી સાડી તથા ગુલાબી કલરનો બ્લાઉઝ પહેરેલ છે. મરનારના વાલીવારસોએ બારડોલી રેલવે પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application