ઈચ્છાપોરના ભટલાઈ ગામે આવેલ ઍટીઍમમાં પૈસા ઉપાડવા માટે ગયેલા શ્રમજીવી યુવકની નજર ચુકવી ગઠિયાઍ ઍટીઍમ કાર્ડ બદલી નાંખી ખાતામાંથી રૂપિયા ૯૧ હજાર ઉપાડી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.
ઈચ્છાપોર પોલીસના જણાવ્યા મુજબ ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામમાં કાંતીભાઈ પટેલના રૂમમાં રહેતા મૂળ બિહારના સિવાનના વતની બીરેન્દ્ર શિવનાથ કોદઈ(ઉ.વ.૩૪) હજીરાની ઍલઍન્ડી કંપનીનામાં ચાલતા નેત્રા ઍન્ડીનીયરીંગના કોન્ટ્રાકટમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બીરેન્દ્ર અ઼ડાજણ ગ્રીનસીટી ખાતે આવેલ ઍસ.બી.આઈ. બેન્કમાં ખાતુ ધરાવે છે જેમાં તેનો પગાર જમા થાય છે. બીરેન્દ્રને ઍટીઍમ કાર્ડનો ઉપયોગ કરવાનું બરાબર આવડતુ ન હોવાથી જયારે પણ પૈસા ઉપાડવા માટે જાય છે ત્યારે ઍટીઍમમાં હાજર વ્યકિતની મદદ લઈ પૈસા ઉપાડે છે.
ભટલાઈ ગામના ત્રણ રસ્તા પાસે આવેલ ઍસ.બી.આઈ. બેન્કના ઍટીઍમમાં રૂપિયા ૫ હજાર ઉપાડવા માટે ગયો હતો. તે વખતે બીરેન્દ્રની પાછળ ઉભેલા અજાણ્યાઍ ઍટીઍમમાં કાર્ડનો પીન નંબર નાંખતી વખતે જાઈ લીધો હતો. ત્યારબાદ અજાણ્યાઍ બીરેન્દ્રને મશીનમાંથી પૈસા કાઢતી વખતે પૈસા કોઈક વખત ઓછા આવે છે તમે પૈસા ગણી લો હોવાનું કહેતા બીરેન્દ્ર મશીનની સાઈડમાં ઉભો રહી પૈસા ગણતો હતો તે વખતે અજાણ્યાઍ કાર્ડ બદલી નાંખ્યો હતો. અજાણ્યાઍ ગત તા ૮ ડિસેમ્બરથી ૨૦ ડિસેમ્બરના સુધીમાં કુલ રૂપિયા ૯૧ હજાર ઉપાડી લીધા હતા. બીરેન્દ્ર ૨૧ ડિસેમ્બનરા રોજ બેન્કમાં પાસબુકમાં ઍન્ટ્રી પડાવવા માટે ગયો ત્યારે ખાતામાંથી પૈસા કપાયા હોવાની ખબર પડતા બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application