માહિતી વિભાગ દ્વારા નર્મદા, એસ્પિરેશનલ જિલ્લો નર્મદા આજે બીજા જિલ્લાઓની જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે પોષણ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ ઉમદા આશય સાથે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ નાંદોદ તાલુકા પંચાયત કચેરી ખાતે પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત ઓરિએન્ટેશન બેઠક યોજાઈ હતી.
બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી, બાળ વિકાસ યોજના અધિકારી, ઈ.ચા.તાલુકા આરોગ્ય અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરેલ ૯ ગામોના આંગણવાડી કાર્યકર, આશા, સ્વ સહાય જૂથની બેનો, શાળાના મુખ્ય શિક્ષકશ્રી, તલાટી કમ મંત્રી તેમજ સરપંચની ઓરિએન્ટેશન બેઠક આયોજન કરેલ હતું. જેમાં સૌ સહભાગી થઈને પોષણ, આરોગ્ય અને શિક્ષણ વિષય અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ એને લગતી દરેક વિભાગ દ્વારા ભવિષ્યમાં શું કામગીરી કરવાની થશે એ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. એની સાથે સાથે જિલ્લામાં ચાલુ થનાર આરોગ્ય તપાસમાં ફિલ્ડના તમામ કર્મચારી તેમજ પદાધિકારીશ્રીઓ રસ લઈને એને સફળ બનાવે અને કામગીરીને વધુ અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા માટે અપીલ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500