ડાંગ જિલ્લાના સૈનિકો, પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો કે જેઓ સુરત ખાતે આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં ધો.૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને, રહેવા અને જમવા માટે ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ છાત્રાલયમાં એડમીશન મેળવવા ઈચ્છુક સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનોએ તા.૯મી જુલાઈ ૨૦૨૩ સુધીમાં કચેરીનો રૂબરૂ સંપર્ક કરી નમુના મુજબનું એડમીશન ફોર્મ મેળવી લેવા જણાવવામાં આવે છે. આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના ટેલિફોન નંબર ૦૨૬૧, ૨૯૧૩૮૨૦/૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક સાધવા, સુરતના મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃવસવાટ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application