ડાંગની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા, જિલ્લાની મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી અર્થે ઓનલાઇન REAUCTION શરૂ કરવામા આવેલ છે. જે અંતર્ગત મોટર સાયકલ (બે પૈડાવાળા પ્રાઇવેટ વાહનો માટે) ના નંબર માટે GJ30E, GJ30C, GJ30T તથા GJ30A સીરીઝમા ગોલ્ડન/સિલ્વર નંબર માટે REAUCTION શરૂ કરવામા આવેલ છે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનુ રજીસ્ટ્રેશન કરાવી, ઓનલાઇન http/privahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી AUCTION મા ભાગ લઇ શકે છે.
આ માટે (૧) તા.13/03/2023 થી 15/03/2023ના રોજ AUCTION માટેનુ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવા અને એપ્લીકેશન કરવાની રહેશે. (૨) તા.15/03/2023 થી 17/03/2023ના રોજ AUCTION માટેનુ BIDDING OPEN થશે. (૩) તા.15/03/2023ના રોજ 15-૦૦ કલાકે ઓપન થશે. ત્યારબાદ અરજદારે ફોર્મ 5 દિવસમા જમા કરાવવાના રહેશે. (૪) અરજદારોએ વાહન ખરીદ કર્યાની તારીખ થી 7 દિવસની અંદર CNA ફોર્મ ભરેલુ હોવુ જોઇએ. વેલીડ CNA ફોર્મ રજુ નહી કરનાર અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામા આવશે. (પ) હરાજીની પ્રક્રીયા પુર્ણ થયાના 5 દિવસમા નાણા જમા કરાવવાના રહશે.
અરજદાર જો આ નિયત સમયમર્યાદામા નાણા ચુકવવામા નિષ્ફળ જાય, તો જે તે નંબર માટે મુળ ભરેલી રકમ જપ્ત કરી, જે તે નંબરની ફરી હરાજી કરવામા આવશે.ઓનલાઇન ઓકશન દરમ્યાન અરજદારે RBI દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચુકવવાના રહેશે. વાહનના સેલ લેટરમા સેલ તારીખથી નિયમ મુજબના દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમા ભાગ લેવા અરજી કરી શકાશે. સમય બહારની અરજીઓ રદ કરવામા આવશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ડાંગની એક અખબારી યાદીમા જણાવાયુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500