સુરતનાં કાપોદ્રા વિસ્તારની ઘરે હેન્ડવર્કનું કામ કરતી મહિલા છેલ્લા 13 વર્ષથી આર્થિક અને શારીરિક શોષણ કરનાર એમ્બ્રોઈડરીનાં વૃદ્ધ કારખાનેદારની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, મૂળ સૌરાષ્ટ્રની વતની અને હાલ પતિ, તરુણ પુત્ર સાથે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય છાયા (નામ બદલ્યું છે) ઘરે હેન્ડવર્કનું કામ કરે છે. જોકે છાયાને મંદીના સમયે કામ આપી અને તેના પતિ-દિયરને પોતાના એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી આપી વરાછાના વૃદ્ધ વિનોદભાઇ બચુભાઇ કણસાગરા (ઉ.વ.60,રહે.52,બાલાજી બંગ્લોઝ,યોગીચોક,સરથાણા,સુરત. મુળરહે.અનીડા ગામ, તા.કુકાવાવ, જિ.અમરેલી) છેલ્લા 13 વર્ષથી આર્થિક અને શારીરિક શોષણ કરતા હતા. આખરે ભોગ બનેલી છાયાએ વિનોદભાઈ વિરુદ્ધ પખવાડીયા અગાઉ કાપોદ્રા પોલીસ મથકમાં દુષ્કર્મ અને ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. ઘટના અંગે કાપોદ્રા પોલીસે વિનોદભાઈની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500