સોનગઢમાં રિવર્સ આવતા ટેમ્પાએ વૃદ્ધને કચડી માર્યા હતા. પોલીસે બેદરકાર છોટા હાથી ટેમ્પો ચાલક સામે ગુનો નોંધ્યો છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઉકાઈ ૫૦૦ કવાર્ટર ખાતે રહેતા એડુભાઈ દગાભાઈ પવાર (ઉ.વ.૭૦) ગત તારીખ ૧૮/૧૦/૨૦૨૪ના રોજ સોનગઢ ખાતે મજૂરી કામે ગયા હતા. તે સમયે બપોરનાં સમયે સોનગઢના મિસ્ત્રી ફળિયામાંથી પગપાળા પસાર થઈ રહ્યાં હતા. તે દરમિયાન છોટા હાથી ટેમ્પો નંબર જીજે/૧૯/વી/૧૯૬૧એ રિવર્સ લેતી સમયે વૃદ્ધને અડફેટે લઈ તેમના શરીર પરથી વ્હીલ પસાર કરાવી દેતા એડુભાઈ પવાર ગંભીર રીતે ઘવાયા હતા. તેઓને વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેમનું ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે છોટા હાથીનાં ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application