Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કચ્છ : નલિયા એરફોર્સમાં ફરજ બજાવતા અધિકારી અને તેમની પત્નીનું દરિયામાં ડૂબી જવાથી મોત, ઘટના અંગે પોલીસ તપાસ શરૂ

  • July 02, 2023 

દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે અને તેનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ખાસ કરીને મુંબઈ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમા ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનાં ઘરમાં પાણી ઘુસી જતાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જયારે આ બધાની વચ્ચે કચ્છના સુથરી દરિયામાં ડૂબી જવાથી પતિ-પત્નીનું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને મૃતક પતિ-પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.




કચ્છના સુથરી દરિયામાં ડૂબી જવાથી એરફોર્સના અધિકારી અને તેમના પત્નીનું મૃત્યુ થયું છે. અધિકારી નલિયા એરફોર્સમાં ફરજ બજાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા વરસાદે ગ્રામ્ય વિસ્તારમાં તારાજી સર્જી છે. વરસાદના કારણે ઘણી જગ્યાએ કાચા મકાનનો પણ ધરાશાયી થયા છે તેમજ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાની પણ ઘટના સામે આવી છે. ભારે વરસાદના કારણે ઘલા ગામે મકાન ધરાશાયી થયું છે. ઘલા ગામના નાના માછીવાડ વિસ્તારમાં આ ઘટના બની છે. અહીં શ્રમિક પરિવારનું મકાન ધરાશાયી થતાં ભારે નુકશાન થયું છે. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application