સૈયદપુરા તુરાવા મહોલ્લામાં સરકારી જમીન પર પતરાવાળું બાંધકામ કરી મંડપનો સામાન મૂકી કબજો કરનાર વિરુદ્ધ લાલગેટ પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સૈયદપુરા તુરાવા મહોલ્લા વોર્ડ નં.05 સીટી સર્વે નં.1725 ની સરકારી જમીન ઉપર મુસ્તાક એહમદ અબ્દુલગની નવાબ ( મંડપવાલા ) રહે.5/1721, તુરાવા મહોલ્લો, સૈયદપુરા, સુરત એ કાચુ પતરાવાળુ બાંધકામ કરી તેમાં વેલકમ મંડપ સર્વીસના નામથી મંડપનો સામાન મુકી કબજો કરી વેપાર શરૂ કર્યો હતો.તેણે મુકેલા સામાનને લીધે આવતા જતા લોકોને અવરોધ પણ થતો હતો.આ અંગે સ્થાનિકોએ કલેક્ટરને રજુઆત કરતા સીટી સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વેયરે સ્થળ તપાસ કરી હતી.તેના આધારે ઈન્ચાર્જ સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ ઉમેશભાઈ બાવચંદભાઇ હરખાણી ( રહે.90, શ્રધ્ધા રો હાઉસ, સરથાણા કોમ્યુનિટી હોલની સામે, નાના વરાછા, સુરત ) એ લાલગેટ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500