Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં સિંચાઇ વિભાગનો અધિકારી, રાજકારણી અને ઈજારદાર નશાની હાલતમાં પકડાયા

  • June 18, 2023 

વ્યારાના જેતવાડી ગામે તાપી જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.આર.પટેલ, તેમજ ભાવનગર જિલ્લા પંચાયત વરતેજ બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલ સદસ્ય અને ગત ધારાસભ્ય ની ચૂંટણી ભાવનગર પૂર્વ પરથી લડીને પરાજય થયેલા બળદેવ માવજી સોલંકી અને કોન્ટ્રાક્ટર અમિત પટેલ દારૂના નશામાં વ્યારા પોલીસના હાથે ઝડપાઇ જતા પોલીસે તેમના મેડિકલ કરાવી હાલ પ્રોહી એક્ટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




મળતી માહિતી મુજબ વ્યારા પોલીસને બાતમી મળી હતી કે વ્યારાના જેતવાડી ગામે સ્કૂલની સામે આવેલ કાર્યપાલક ઇજનેર ધર્મેશ રોહિત પટેલ પોતાની વાડીમાં અમુક ઇસમો સાથે દારૂ પીવા બેઠા છે.જે બાતમીનાં આધારે એ.એસ.આઇ. ભીખુભાઇ અને ટીમ દ્વારા રેડ કરતા ત્રણ ઇસમો કોઇ કેફી પીણાના નશા હેઠળ જણાઇ આવ્યા હતા. પુછપરછ કરતા પોતાનું નામ અમિત જયંતિલાલ પટેલ રહે.રાજનગર સોસાયટી તા.વ્યારા તથા બળદેવ માવજી સોલંકી રહે.વરતેજ, કોલીવાડ-ભાવનગર તેમજ ધર્મેશ રોહિત પટેલ રહે.408, રીજન્સી બંગ્લો, મિશનનાકા તા.વ્યારા નો હોવાનું તોતડાતા જણાવ્યુ હતું. આ ઇસમો પોતાના શરીરનું સંતુલન જાળવી શકતા ન હતા. આંખો લાલશ પડતી, નશો કરેલી હાલતમાં હોય, તેઓ પાસેથી કેફી પીણું પીવા અંગે પરમીટ માંગતા પરમીટ ન હોવાનું જણાવ્યું હતુ.દારૂના નશામાં ઝડપાયેલા ઈસમોમાં કાર્યપાલક ઇજનેર ધર્મેશ પટેલ તાપી જિલ્લા પંચાયતના સિંચાઇ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવે છે. જ્યારે બળદેવ માવજી સોલંકી ભાવનગરની જિલ્લા પંચાયત વરતેજ બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂટાયેલ સદસ્ય છે. અમિત પટેલ કોન્ટ્રાકટર છે. તેમના વિરૂધ્ધ પ્રોહી એકટ કલમ-66ની કલમ મુજબ ફરિયાદ નોંધાઇ છે.પૂછપરછ કરતા આ ત્રણ ઈસમોએ બે-ત્રણ કલાક પહેલા મહારાષ્ટ્ર રાજ્યના નવાપુરથી દારૂ પીને આવ્યાનું જણાવ્યુ હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application