ઓલપાડ તાલુકાના સાયણ ગામે ગંદકી અને પાણીના ભરાવના કારણે ફાટી નિકળેલા રોગચાળામાં આજરોજ પાંચ વર્ષના માસૂમ બાળક અમન કમલેશ રાયનું સારવાર દરમિયાન સાયણની રેફરલ હોસ્પિટલમાં મોત નિપજતાં ભારે ચકચાર મચી જવા પામી છે. તેમજ રોગચાળો વકરતા ગ્રામજનોમાં ફફટાડ જોવા મળી રહ્યો છે.
ઓલપાડના સાયણ વિસ્તારમાં નીચાણવાળા ભાગમાં ભરાયેલા ગંદાપાણીના સમયસર નિકાલના અભાવે ગંદકી ને લઇને મચ્છરોની વધેલી અસહ્ના ઉત્પત્તિ ને લઇને માનવજીવન જોખમાયું છે આ વિસ્તારના ૧૦૬ જેટલા લોકો ઝાડા ઉલ્ટીના વાવરમાં સપડાયાં છે જે પૈકીના કેટલાક જીવન રક્ષા હોસ્પિટલ અને સાયણ સી.એસ.સી. માં ઇન્ડોર પેશન્ટ તરીકે આઇસીયુમાં સારવાર લઇ રહ્ના હોવાનું બહાર આવતા લોકોના આરોગ્ય માટે ખતરાની ઘંટડી ઊભી થઇ છે.
સાયણમાં રોગચાળો ફાટી નિકળી હોવાનો બહાર આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતો થયો છે. તે વચ્ચે આજરોજ રોગચાળામાં સપડાયેલા અને સાયણની રેફરલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પાંચ વર્ષના માસૂમ બાળક અમન કમલેશ રાય (આદર્શનગર સાયણ)નું સારવાર દરમિયાન મોત નિપજતાં ભારે ચકચાર મચી જવા પામી છે. જ્યારે હજુ પણ અનેક લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્ના છે.
અત્રે ઉલ્લેખનિય છે કે સાયણ નિચાણ વિસ્તારમાં સાફ-સફાઇ કરવા અંગે મહિના અગાઉ સહકારી અને ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેમની રજૂઆતને ધ્યાને ન લઇ કોઇ સાફ-સફાઇની કામગીરી કરવામાં ન આવતા આખરે આ વિસ્તારમાં ગંદકી અને સાફ-સફાઇના અભાવે રોગચાળો ફાટી નિકળતા તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500