Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણામાં પહેલા માળેથી નીચે પટકાતા માસૂમ બાળકનું મોત

  • March 25, 2023 

સુરતના પલસાણામાં પહેલા માળેથી નીચે પટકાતા માસૂમ બાળકનું દર્દનાક મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના પલસાણાની મહાદેવ નગર સોસાસયટીમાં બની છે. રમતા રમતા પહેલા માળેથી દોઢ વર્ષના બાળકનું પટકાયા બાદ મોત નીપજ્યું છે. માતા ઘરમાં રસોઈ બનાવી રહી હતી.દરમિયાન બાળક નીચે પડી ગયું હતું. જેને લઇ બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.


મળતી માહિતી મુજબ મૂળ મધ્ય પ્રદેશના જબલપુરના વતની શંકર લોધી લૂમ્સના કારખાનામાં કામ કરે છે. તેઓ પોતાના કામ પર હતા. ઘરે પત્ની અને દોઢ વર્ષીય પુત્ર મયંક હતા. મયંક પહેલા માળે ગેલેરીમાં રમી રહ્યો હતો. જ્યારે તેની માતા રસોઈ બનાવી રહ્યા હતા.અચાનક રમતા-રમતા મયંક પહેલા માળેથી નીચે પટકાયો હતો. માથાના ભાગે ગંભીર ઈજા થતાં તુરંત તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન માસૂમનું મોત થયું છે. એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોકમાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application