નિઝરના ભીલ ભવાલી વિસ્તારમાંથી આજરોજ એક જખ્મી હાલતમાં હરણ મળી આવતા ટાવલી રેંજના આરએફઓ રોહિતભાઈ વસાવા સહિતનો સ્ટાફ બનાવ સ્થળ પર દોડી આવ્યો હતો અને હરણનો કબજો લઈ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર નિઝર તાલુકાના ભીલ ભવાલી ગામની સીમમાંથી બુધવારે સવારે આશરે 9:00 કલાકના અરસામાં એક હરણ જખ્મી હાલતમાં મળી આવ્યું હતું.જેની જાણ ગ્રામજનોએ વન વિભાગને કરતા ટાવલી રેંજના આરએફઓ રોહિતભાઈ વસાવા, સહિતનો સ્ટાફ બનાવ સ્થળ પર દોડી આવ્યો હતો અને જખ્મી હાલતમાં મળી આવેલ હરણનો કબજો લઇ ટાવલી રેંજનો ઓફીસ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અંતે સોનગઢ ખાતે આવેલ પશુ દવાખનામાં લઇ આવ્યા હતા.
આરએફઓ રોહિતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, કુતરાઓએ હરણ પર હુમલો કરતા હરણ જખમી થયું હતું,સારવાર બાદ હરણ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું, હાલ હરણ સંપૂણ સ્વસ્થ થાય ત્યાં સુધી રેસ્ક્યુ સેન્ટર ખાતે વનવિભાગની દેખરેખ રાખવામાં આવશે.(ફોટો/વીડિયો-યુવરાજ પ્રજાપતિ, સોનગઢ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500