સુરતમાં કોરોનાની રફતાર તેજ થઈ રહી છે. તેવા સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં સિક્યુરિટીની યોગ્ય વ્યવસ્થા ન હોવાને લીધે સવારે કોરોના સંક્રમિત દર્દી ભાગી જતા પોલીસને જાણ કારી છે.
સુરતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના કેસમાં સતત વકરી રહ્યો છે. તેવા સમયે સિવિલના સ્ટેમસેલ બિલ્ડીંગ કમ કોવિડ હોસ્પિટલમાંઓ.પી.ડીમાં કોરોના અંગે સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી હાલમાં ૧૫થી૨૦ દર્દી આવી રહ્યા છે. ત્યાં આજ રોજ ૨૦ દર્દીને સારવાર અર્થે દાખલ કર્યા છે. તેવા સમયે સવારે સિવિલની કોવિડ હોસ્પિટલમાં એક દર્દી ભાગી ગયો છે.નોંધનીય છે કે બમરોલી ખાડી પાસેથી ગત તા. ૩૦મીએ બપોરે ૩૦ વર્ષીય એક અજાણ્યો યુવાન બીમાર હાલતમાં મળતા ૧૦૮માં નવી સિવિલની કિડની હોસ્પિટલમાં લવાયો હતો. પણ તેને કોરોનાના લક્ષણો જણાતા રેપિટ ટેસ્ટ કરાતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.જેથી તેને સિવિલ કેમ્પસની કોવિડ હોસ્પિટલમાં ખસેડાયો હતો. દર્દી દારુનો વ્યસની હોવાનું પણ જાણવા મળે છે.
દરમિયાન તે વોર્ડમાંથી ગાયબ થઇ ગયો હતો. તે ઘણા સમય સુધી નહીં દેખાતા ત્યાંના કર્મચારીએ સિવિલના પોલીસ ચોકીના પોલીસને જાણ કરી હતી. સિવિલની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દી વધુ દાખલ થઈ રહ્યા છે. તેવા સમયે તંત્રએ સિક્યુરિટી સહિતની વ્યવસ્થા યોગ્ય કરવા માંગ ઉઠી છે. યોગ્ય સિક્યુરીટી વ્યવસ્થાના અભાવે દર્દી ભાગી ગયાની સિવિલમાં ચર્ચા ચાલી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500