Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભુજમાં એનઆરઆઇના ઘરમાંથી લાખોની ચોરી કર્યાની ઘટના પોલીસ મથકે નોંધાઈ

  • March 01, 2025 

ભુજના હોસ્પિટલ રોડ પર એનઆરઆઇના ઘરમાંથી લાખોની ચોરી કર્યાની ઘટના પોલીસ ચોપડે ચડી ત્યાં તાલુકાના માનકુવા ગામે રહેણાકના મકાનમાં ઉપરના માળે આવેલા રૂમમાંથી એક લાખ રોકડા અને ૫,૩૭,૭૮૦/-ની કિંમતના સોના ચાંદીના દાગીના મળીને કુલે રૂપિયા ૬,૩૭,૭૮૦/-ના મુદમાલની ચોરી કરી જતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઇ હતી.  પધ્ધર પોલીસ મથકમાં કુકમા ગામે આહિર સમાજવાડી બાજુમાં ઉમાવંશી બંગલામાં રહેતા અને ખેતી કામ કરતા રમેશ પરષોતમભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ મંગળવારે મોડી રાતના ત્રણ વાગ્યાથી સવારે પોણા છ વાગ્યા દરમિયાન બન્યો હતો.


ફરિયાદી અને તેમના પત્ની ઉપરના માળે તેમના બેડરૂમમાં સુતા હતા. નીચેના રૂમમાં ફરિયાદીના પિતા સુતા હતા. ઉપરના માળે ફરિયાદીના દિકરા મોનિક જે પ્રયાગરાજ ગયો હોઇ તેનો બેડરૂમ બંધ હતો. દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો મધરાત્રે મકાનના પાછળના ભાગે રસોડાની ગેલેરીમાંથી ચડીને કોઇપણ રીતે ફરિયાદીના દિકરા મોનિકના બેડરૂમમાં પ્રવેશીને અંદર કબાટમાં રાખેલા રૂપિયા ૧ લાખ તેમજ લોકરમાંથી આઠ તોલાનો સોનાનો હાર, અને એક તોલાનો ગળામાં પહેરવાનો હાફ હાર, દોઢ તોલાની કાનની બુટી જેની કિંમત ૩,૦૩૬,૦૦ તેમજ ૪૫,૮૮૦ની કિંમતની સોનાની ચેઇન અને દોઢ તોલાની પેન્ડલ બુટી કિંમત રૂપિયા ૧૦,૩૦૦, દોઢ તોલાની બંગડી નંગ ચાર કિંમત રૂપિયા ૧ લાખ ૭૮ હજાર મળીને કુલે રૂપિયા ૬,૩૭,૭૮૦ના મુદમાલની ચોરી કરી ગયા હતા. પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇને તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application