અંકલેશ્વરમાં સગીરા સાથે દુષ્કર્મ,ઘરમાં મોબાઇલ ચાર્જિંગ કરવાના બહાને વિધર્મી યુવાને સગીરા સાથે દુષ્કર્મ કરતાં ગર્ભ રહી ગયોબનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના એક વિસ્તારમાં ૧૫ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બનતા ભારે ખળભળાટ મચ્યો છે,
એક વિધર્મી યુવક ઘરમાં મોબાઇલ ચાર્જમાં મુકવા જતી વેળા સગીરા સાથે અવારનવાર શરીર સંબંધ રાખતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ૧૫ વર્ષની સગીરા સાથે ત્રણ વખત શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હોય મામલો આખરે પોલીસ મથક સુધી પહોંચ્યો છે,સગીરાને પેટમાં દુખાવો ઉપાડતા તપાસ દરમિયાન ૨૧ અઠવાડિયાનું ગર્ભ હોવાનું સામે આવ્યું છે,
જે બાદ સગીરાને ગર્ભ બનાવનાર વિધર્મી યુવાન સામે બળાત્કાર તેમજ પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ કરાયો છે,તેમજ મામલે દુષ્કર્મ આચરનાર યુવાનની ધરપકડ ના ચક્રોગતિમાન પોલીસે કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે,મહત્વની બાબત છે કે આ અગાઉ પણ અંકલેશ્વર ના એક વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટનાએ ભારે ખળભળાટ માચાવ્યો હતો,જે ઘટનાના ગણતરી ના દિવસોમાં વધુ એક દુષ્કર્મ ની ઘટના પ્રકાશ માં આવતા પંથકમાં ભારે ચકચાર મચ્યો છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500