નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલની અધ્યક્ષતામાં પિરામલ ફાઉન્ડેશનની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ વિભાગો સહિત ફાઉન્ડેશન દ્વારા જિલ્લામાં પ્રજા અને વિકાસલક્ષી કામગીરી કરવા અંગેનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો. પિરામલ ફાઉન્ડેશનના નર્મદા જિલ્લાના અગ્રણી નજમાબેન કેશવાણી દ્વારા આરોગ્ય, શિક્ષણ અને સસ્ટેનીબિલીટી ક્ષેત્રે મજબૂત અને ગુણવત્તાલક્ષી કામગીરી કરવા સહિત કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગ્રામિણ વિસ્તાર સુધી પહોંચાડી લોક કલ્યાણનાં ઉમદા આશયને સાર્થક કરવા માટેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી જયેશ પટેલે પણ ફાઉન્ડેશન દ્વારા થઈ રહેલા લોક ભાગીદારીના આ ભગીરથ કાર્યને બિરદાવીને કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા. ફાઉન્ડેશનની કામગીરી વધુ વેગવાન બને તે માટે બેઝ લાઈનથી કામગીરી કરનાર વોલેન્ટિયર્સને પ્રમાણપત્ર સાથે આર્થિક પ્રોત્સાહન આપવાનો વિચાર પણ શ્રી જયેશ પટેલે ફાઉન્ડેશન ટીમ સમક્ષ રજુ કર્યો હતો. જે બાદ તેમના મંતવ્યને ફાઉન્ડેશન દ્વારા અનુમોદન મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, પિરામલ ફાઉન્ડેશન દ્વારા જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે સાથે પણ બેઠક યોજીને આગામી સમયમાં હાયપર લોકલ એન.જી.ઓ. વર્કશોપનું આયોજન કરવા અંગેના રોડમેપની ચર્ચા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application