Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેરવાડાના શિક્ષકે પી.એચ.ડી ની પદવી મેળવતા વ્યારા ખાતે સન્માન સમારોહ યોજાયો

  • October 03, 2021 

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તાપી અને તાપી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ મહાસંઘના સયુંકત ઉપક્રમે સરકારી માધ્યમિક શાળા સોનગઢના ખેરવાડામાં ફરજ બજાવતા મહેનતુ, કર્તવ્યનિષ્ઠ સેવાભાવી શિક્ષકશ્રી ડો.નિખિલસિંહ બળવંતસિંહ પરમાર સાહેબનો પી.એચ.ડીની પદવી મેળવવા બદલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તાપી ખાતે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

 

 

જેમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રોહિતભાઈ ચૌધરી સાહેબ,તાપી જિલ્લા શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી ઇન્દ્રજીતભાઈ પરમાર સાહેબ, ગ્રાન્ટેડ વિભાગના આચાર્ય સંઘના પ્રમુખ શ્રી દીપકભાઈ કેપ્ટન સર, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી રૂચિરભાઈ, ઉ.માં શિક્ષક સંઘના પ્રમુખશ્રી નવીનભાઈ, વહીવટી સંઘના પ્રમુખશ્રી ધીરુભાઇ ઓફિસના તમામ કર્મચારીઓ તેમજ સંઘના સભ્યોએ શુભેચ્છાઓ આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રોહિતભાઈ ચૌધરી સાહેબ, શૈક્ષિક સંઘના પ્રમુખ ઇન્દ્રજીત પરમાર સાહેબ તથા સરકારી માધ્યમિક ખેરવાડાના આચાર્યશ્રી બાલુભાઈ ચૌધરી સાહેબે સન્માન પત્ર આપી શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ આપી સન્માન કર્યું હતું. અંતે સૌ અલ્પાહાર કરી છુટા પડ્યા હતા. કાર્યક્રમના ઉદઘોષક સંજયભાઈ પટેલે ખૂબ જ સરસ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું  હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application