ડોલવણ ખાતે આવેલ સંસ્કૃતિ કોમ્પ્લેક્સમાં શુભમ નેત્રસેવા ટ્રસ્ટ દ્વારા એક નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,આ સીબીરમાં ૨૨૭ દર્દીઓએ લાભ લીધો,જેમાં અંદાજીત ૭૨ જેટલા મોતિયાના ઓપરેશન વાળા દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લાના ડોલવણ ખાતે આવેલ સંસ્કૃતિ કોમ્પ્લેક્સમાં તા.૨૧મી જાન્યુઆરી ૨૦૨૪ નારોજ (શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.ડોલવણ ખાતે યોજાયેલ આ નેત્ર શિબીર શ્રી પુષ્પેન્દ્રસિંહ બલરામસિંહ રાજપૂત (ડોલવણ) અને સમસ્ત પરિવારજનોના સૌજન્યથી જનસેવા અર્થે યોજવામાં આવ્યો હતો. આ શિબિર બલરામસિંહ રાજપૂત,શ્રી અંકિતભાઈ રાજપૂત,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તાપી જિલ્લાના પ્રમુખશ્રી સંદીપભાઈ ચૌધરી,ડોલવણ તાલુકા ઉપપ્રમુખશ્રી બિપીનભાઈ ગામીત,તાલુકા પંચાયત સભ્યશ્રી રસિકભાઈ ચૌધરી તેમજ ટ્રસ્ટના પ્રમુખશ્રી રોહનકુમાર ચરીવાલાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ શિબિરમાં કુલ ૨૨૭ જેટલા દર્દીઓની તપાસ થઈ હતી જેમાં ૭૨ મોતિયાના ઓપરેશન વાળા દર્દીઓને નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવ્યું હતી.૧૨૦ જેટલા દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા અને ૨૨ દર્દીઓને તથા ૪૧ નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500