Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ-કાશ્મીરનાં રામબન જિલ્લામાં પોલીસ પોસ્ટ પાસે વિસ્ફોટ : પોલીસ એલર્ટ જાહેર

  • August 02, 2022 

જમ્મુ-કાશ્મીરનાં રામબન જિલ્લામાં પોલીસ પોસ્ટ પાસે વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટ બાદ પોલીસે એલર્ટ જાહેર કરી દીધું છે. હાઈવેને અડીને આવેલી તમામ ચોકીઓના જવાનોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ગ્રેનેડ બ્લાસ્ટ છે. જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહના જણાવ્યા પ્રમાણે તેમને એક પત્ર મળ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ બ્લાસ્ટ જમ્મુ કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) દ્વારા કરવામાં આવ્યો હતો. આ એક આતંકવાદી સંગઠન છે.




હાલ એસઓજી અને આર્મીની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. બાબા અમરનાથની યાત્રા રામબનમાંથી પસાર થાય છે અને આ વિસ્ફોટ રામબન જિલ્લાના ગૂલ વિસ્તારમાં થાય છે. અહીં પોલીસ ચોકીની બહારની દિવાલ છે. વિસ્ટોફને કારણે થયેલા નુકસાનની રકમ હાલમાં આપવામાં આવી નથી. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે, આતંકવાદીઓ અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓને નિશાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોઈ શકે છે.




તમને જણાવી દઈએ કે, ગયા મહિને સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરનાં રામબન જિલ્લામાં આતંકવાદીઓના સંદિગ્ધ ઠેકાણાનો પર્દાફાશ કરતી વખતે દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસે બનિહાલમાં બુઝલા-ખારી વિસ્તારના ઊંચાઈવાળા વિસ્તારોમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જેના કારણે આ ઠેકાણા વિશે જાણવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application