Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની ૫ ફુટ ઉપરથી વહેતા અંદાજિત ૨૨૦૦ લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરાયા

  • July 26, 2024 

નવસારી તાલુકાના અડદા ખાતે કનાઈ ખાડીમાં પાણી વધતા ફસાયેલા સાત લોકોનું નવસારી ફાયર ટીમ દ્વારા સલામ રીતે રેસ્ક્યુ કરી સહી સુરક્ષિત સ્થાન ઉપર સ્થળાંતરિક કરવામાં આવ્યા છે. અત્રે નોંધનિય છે કે, પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની ઉપરથી વહી રહી છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી ૨૩ ફુટ છે જે હાલ ૨૮ ફુટની સપાટી સાથે ૫ ફુટ ઉપરથી વહી રહી છે. જેના પરિણામે નવસારી જિલ્લામાં હાલ સુધી અંદાજિત ૨૨૦૦ લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application