Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિહારમાં ગામડાઓમાં લોકોને પોતાનો શિકાર બનાવનાર નરભક્ષી વાઘનાં આંતકનો અંત

  • October 08, 2022 

વાલ્મિકી ટાઈગર રિઝર્વનાં જંગલમાંથી બહાર આવીને નરભક્ષી વાઘ નજીકનાં ગામડાઓમાં લોકોને પોતાનો શિકાર બનાવનાર નરભક્ષી વાઘનાં આંતકનો અંત આવ્યો છે. ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડને નરભક્ષી વાઘને મારવા માટે શૂટર્સની એક ટીમ પણ બનાવી હતી. જોકા શુક્રવારની સાંજથી ઓપરેશન ટાઈગરને શોધવાનું કામ શરુ થયુ હતુ.




પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ અરવિંદ ચૌધરીએ આ માહિતી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે, વન વિભાગ અને બગાહા પોલીસની ટીમ આ ઓપરેશનને અંજામ આપ્યો છે. લગભગ 7 કલાકનાં રેસ્ક્યુ ઓપરેશન પછી શનિવારે બિહાર પોલીસના શૂટરોએ આ નરભક્ષી વાઘને મારી નાખ્યો હતો. બગાહા વિસ્તારમાં આતંકનો પર્યાય બની ગયેલી આ આદમખોર વાઘ આજ સુધી કોઈ કાબૂમાં આવ્યો નહોતો.




જે બાદ આખરે વન પર્યાવરણ વિભાગે વાઘને મારવાની સૂચના આપી હતી. હાથીઓની મદદથી આ વાઘની શોધ ચાલી રહી હતી. આ નરભક્ષી વાઘને લઇને ગ્રામજનોમાં ડર અને આંતકનો માહોલ હતો. ગ્રામજનો દ્વારા પણ વન વિભાગ સામે એકત્ર થઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, સ્થાનિક રહેવાસીઓમાં નારાજગીને જોતા, નરભક્ષી વાઘને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application