સ્કૂલો અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ હવે દિલ્હીની તિહાડ જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે. બોમ્બની ધમકી બાદ પોલીસ પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસ અને ડોગ સ્કવોડની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તિહાડ જેલ પ્રશાસને આ અંગે દિલ્હી પોલીસને માહિતી આપી છે. મંગળવારે સવારે જે ચાર હોસ્પિટલોમાં બોમ્બ અંગેનો મેલ આવ્યો હતો ત્યાં તપાસમાં હજુ સુધી કંઈજ શંકાસ્પદ મળ્યું નથી.દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું કે, તેમને જીટીબી હોસ્પિટલ, દાદા દેવ હોસ્પિટલ, હેડગેવાર હોસ્પિટલ અને દીપ ચંદ્ર બંધુ હોસ્પિટલને બોમ્બની ધમકીના ઈ-મેલ મળ્યા છે.
તેમણે કહ્યું કે હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, બોમ્બ ડિટેક્શન ટીમ, ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસને આ હોસ્પિટલોમાં શોધ માટે મોકલવામાં આવ્યા હતા. હેડગેવાર હોસ્પિટલના સુરક્ષા અધિકારી વીકેશર્માએ કહ્યું, 'પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તપાસ કરી રહી છે. અમે બે વખત તપાસ પણ કરી છે. અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.
અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હીની તિહાડ જેલને મંગળવારે બોમ્બની ધમકીનો ઈ-મેલ મળ્યો હતો. આવી જ ધમકીઓ શહેરની શાળાઓ, હોસ્પિટલો અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટને પણ મોકલવામાં આવી હતી. જેલ પ્રશાસને આ ધમકી અંગે દિલ્હી પોલીસને ચેતવણી આપી છે અને જેલની અંદર તપાસ કરવામાં આવી રહી છે, જેમાં અગ્રણી રાજકારણીઓ સહિત કેટલાક હાઇ-પ્રોફાઇલ કેદીઓ છે. મંગળવારે દિલ્હીની ચાર હોસ્પિટલોને ઈ-મેલ પર બોમ્બની ધમકી મળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500