Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તમિલનાડુનાં કૃષ્ણગિરી જિલ્લામાં એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગતાં ભયનો માહોલ

  • May 04, 2022 

વધુ એક ઇલેક્ટ્રિક સ્કૂટર ભડભડ સળગી ઉઠ્યું હતું જેમાં ચાલકનો માંડ માંડ જીવ બચ્યો હતો. હાલમાં પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવના કારણે હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધ્યા છે, ત્યારે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે, અત્યાર સુધી ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના કારણે 3 લોકોનાં મોત પણ થઇ ચુક્યા છે, ત્યારે સરકારે પણ નવા ઇલેક્ટ્રિક સ્કૂટરના લોન્ચિંગ ઉપર રોક લગાવી દીધી છે. જયારે વધુ એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.



આ મામલો તમિલનાડુનાં કૃષ્ણગિરી જિલ્લાના ઔદ્યોગિક કેન્દ્ર હોસુરનો છે. જયારે આ ઘટના શનિવારે બની હતી જેમાં એક ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને સ્કૂટર માલિક બેંગલુરુમાં એક ખાનગી ફર્મમાં સુપરવાઈઝર છે. સદનસીબે આ ઘટનામાં તે માંડ માંડ બચ્યો હતો.



પોલીસે જણાવ્યું કે, હોસુરના રહેવાસી સતીશ કુમારે જોયું કે તેમના સ્કૂટરમાં સીટની નીચે અચાનક આગ લાગી ગઈ હતી. આ અણધારી ઘટનાથી હચમચી ગયેલા સતીશ સ્કૂટર પરથી કૂદી પડ્યો અને જોત જોતામાં થોડી જ વારમાં વાહન આગની લપેટમાં આવી ગયું હતું અને ત્યારબાદ આસપાસનાં રાહદારીઓ દોડી આવી આગ ઓલવવામાં મદદ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં વાહન બળીને ખાખ થઈ ગયું હતું.



સતીષે ગયા વર્ષે આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદ્યું હતું અને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે અને હવે તે એક મોટો મુદ્દો બની ગયો છે. તાજેતરમાં આવી જ એક ઘટનામાં પિતા-પુત્રીના મોત થયા હતા. વેલ્લોર જિલ્લાના આ કિસ્સામાં તે ઘરે ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ કરી રહ્યો હતો. આ દરમિયાન વિસ્ફોટ થયો અને ધુમાડાના કારણે શ્વાસ રૂંધાવાથી બંનેના મોત થયા. તિરુચિરાપલ્લી જિલ્લાના મનપ્પરાઈમાં પણ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application