કચ્છમાં સાંજે 4:44 કલાકે 4.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે 28 જાન્યુઆરીએ કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે.મીડિયા અહેવાલોમાં મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભચાઉ, નેર કડોલ, બંધડી વગેરે ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લોકો ભૂકંપ અનુભવાતા ગભરાઇને તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 21 કિમી દૂર ઉત્તર-પશ્ચિમ દિશાએ નોંધાયું છે.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રીસર્ચ સેન્ટર દ્વારા જાહેર કરાયેલી વિગતોમાં માહિતી મળી હતી કે કચ્છમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે પાંચથી છ સેકન્ડ સુધી અનુભવાયો હતો.ભૂકંપના આંચકાની અસર ખાવડામાં પણ જોવા મળી હતી. નવી મોટી ચરઇ, ભુજ-માધાપર, માંડવીમાં પણ લોકોમાં ભૂકંપને પગલે ગભરાટ જોવા મળ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500