નેપાળની રાજધાની કાઠમંડૂમાં સવારે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. જોકે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે હાલ કોઈ નુકસાનના અહેવાલ નથી. મળતી માહિતી પ્રમાણે, બિહારનાં ઘણા જિલ્લાઓમાં પણ ભૂકંપની અસર જોવા મળી છે. સવારે 7.58 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેપાળની રાજધાની કાઠમંડુમાં આજરોજ સવારે બધું સામાન્ય હતું. રજાનો દિવસ હોવાથી લોકો પોતાના ઘરે હતા. પરંતુ ધરતીની ધ્રુજારીએ હલચલ મચાવી દીધી હતી. લોકો ઘરની બહાર આવી ગયા હતા. વાસ્તવમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 હતી. જયારે ઉત્તર બિહારનાં અનેક જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેપાળને અડીને આવેલા મધુબની, સમસ્તીપુર, અરરિયા, કટિહાર, સીતામઢીમાં સવારે 7.58 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રાષ્ટ્રીય સિસ્મોલોજી કેન્દ્રના જણાવ્યા અનુસાર રાજધાનીના પૂર્વ-દક્ષિણ પૂર્વમાં 147 કિમી. દક્ષિણ-પૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગયા મહિને જ નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી 161 કિમી દૂર હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500