ભરૂચ જિલ્લામાં તા.૨૬ જુન ૨૦૨૩ના રોજ '26 June International Day Druug Abuse And illicit Trafficking" (આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ) દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વસતા તમામ લોકો આ દિવસનું મહત્વ સમજે અને નશા બાબતે જાગૃત બને અને નશો ન કરે તે માટે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ખાસ આહવાન કરવામાં આવ્યુ છે. આ દિવસની ઉજવણી માટે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતા.
જે અંતર્ગત સરકારી ભવનોમાં નશા મુક્તિ માટે સંકલ્પ પત્રનું બેનર લગાવી કર્મચારીઓના હસ્તાક્ષર સાઇન અભિયાન ચલાવી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત જનજાગૃત્તિ અર્થે રેલી પણ યોજાઈ હતી. આ ઉપરાંત નશામુકત ભારત અભિયાન હેઠળ નશામુક્તિના માર્ગદર્શન માટે નેશનન ટોલ ફ્રી ડી એડિશન હેલ્પલાઇન નંબર-૧૪૪૪૬ જાહેર કરવામાં આવેલ છે. તેમજ સરકારીશ્રી/અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે નશાબંધી બાબતે ઓનલાઇન વેબિનાર પણ યોજાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application