Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાંજે ચાર વાગ્યા સુધીમા ડાંગ જિલ્લામા નોંધાયુ સરેરાશ ૬૫ ટકા મતદાન

  • February 28, 2021 

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગના મતદાર જાગૃતિ કાર્યક્રમના સ્ટેટ આઇકોન એવા આંતરરાષ્ટ્રીય દોડવીર કુ.સરિતા ગાયકવાડે આજે તેના માદરે વતન એવા ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામે બપોરે સપરિવાર મતદાન કરીને, યુવા મતદારો સહીત સૌ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. સરિતા ગાયકવાડ સહીત ડાંગ જિલ્લામા સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમા ખાસ કરીને યુવા મતદારોમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

 

 

 

 

 

આ વેળાની ચૂંટણીમા મરાઠા ક્રિકેટ લીગનો યુવા ક્રિકેટર જીત ગાંગુર્ડે કે જે ડાંગ જિલ્લાના વઘઈનો રહેવાસી છે તેણે પણ બપોરે તેના મતદાન મથકે જઈ મતદાન કર્યું હતુ. તો સુરત ખાતે હીરાના કારખાનામા કામ કરતી ૧૮ વર્ષ અને ૬ માસની ઉમર ધરાવતી કોટબા ગામની યુવતી કુ.નિકિતા ગાયકવાડ કે જે પ્રથમ વખત મતદાન કરી રહી છે, તેણી પણ સૂરતથી ખાસ મતદાન કરવા માટે તેના વતન ખાતે આવી પહોંચી હતી.

 

 

 

 

 

નિકિતા ગાયકવાડ સહીત આજે ડાંગ જિલ્લામા પ્રથમ વખત મતદાન કરતા હોય તેવા યુવા મતદારો સર્વશ્રી ફૂલજી હિલીમ-૧૯ વર્ષ-કાકશાળા, કુ.ટીના ગામીત-૨૧ વર્ષ અને સંગીતા ગામીત-૨૦ વર્ષ-કાકશાળા, બ્રિજેશ ગામીત, અજય ગામીત અને જીતુ ગામીત ત્રણેય ૧૯ વર્ષના યુવકો-નિશાના, મીનાક્ષી મહલા-૨૪ વર્ષ-ઝરણ ઉપરાંત ૭૦ વર્ષથી ઉપરની ઉમરના વયસ્ક વડીલો એવા નિશાના ગામના ૭૩ વર્ષીય બબલીબેન દેસાઈ, ખરદાંડી ફળિયાના ૭૦ વર્ષીય ધનીબેન કુંવર, અને માંડ એક મીટરની ઉંચાઈ ધરાવતા ડાંગના અપ્પુરાજા એવા ઝરણ ગામના ૧૯ વર્ષીય યુવક સંજય પાડવીએ પણ ઉત્સાહપૂર્વક તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

 

 

 

 

આ લખાઈ રહ્યું છે ત્યા સુધીમા એટલે કે બપોરે ત્રણ વાગ્યા સુધીમા ડાંગ જિલ્લામા જિલ્લા પંચાયત માટે ૬૫.૦૬ ટકા અને તાલુકા પંચાયતો માટે સરેરાશ ૬૫.૫૦ ટકા મતદાન નોંધાવા પામ્યુ છે.

આજે રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ જિલ્લા પંચાયતની ૧૮ પૈકી ૧૬ બેઠકો સહીત આહવા, વઘઈ તાલુકા પંચાયતોની સોળ સોળ બેઠકો, અને સુબીર તાલુકા પંચાયતની ૧૬ પૈકી ૧૫ બેઠકો મળી કુલ ૬૩ બેઠકો માટે મતદાન યોજાયુ હતુ. જેમા ડાંગ જિલ્લા પંચાયતના ૪૨ હરીફ ઉમેદવારો સહીત આહવા તાલુકા પંચાયતના ૪૨, વઘઈ તાલુકા પંચાયતના ૩૫, અને સુબીર તાલુકાના ૩૭ ઉમેદવારો સહીત તાલુકા/જિલ્લા પંચાયતના કુલ ૧૫૬ ઉમેદવારોનુ ભાવી ઈવીએમમા શીલ થવા પામ્યુ છે.

 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ડાંગ જિલ્લામા આ અગાઉ ડાંગ જિલ્લા પંચાયતની બે બેઠકો (૨-આહવા-૨, અને ૪-દગડીઆંબા) સહીત સુબીર તાલુકા પંચાયતની એક (૧-દહેર) બેઠક મળી કુલ ૩ બેઠકો બિનહરીફ જાહેર થઇ ચુકી છે.ડાંગ જિલ્લા/તાલુકા પંચાયતોની ચૂંટણી-૨૦૨૧ દરમિયાન જિલ્લાના કુલ ૯૧,૩૩૦ પુરુષ મતદારો, ૯૦,૫૪૫ સ્ત્રી મતદારો, અને ૨ અન્ય મતદારો મળી કુલ ૧,૮૧,૮૭૭ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમના માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કુલ ૩૩૩ મતદાન મથકો ઉભા કરવામા આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application