હૈદરાબાદના લંગર હાઉસ ફ્લાયઓવર પર એક દુ:ખદ ઘટના બની હતી. જેમાં ચાઈનીઝ માંઝાના કારણે સેનાના એક જવાનનું મોત થયું હતું. સેનાનો એક જવાન બાઇક પર તેની ડ્યુટી માટે જઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક ચાઈનીઝ માંઝા આવ્યો અને અને તેના ગળામાં વીંટળાઈ ગયો.
તે સમયે તે બાઈક ચલાવી રહ્યો હતો આથી તે બ્રેક મારે ત્યાં સુધીમાં તે માંઝો ફસાવાના કારણે બાઈક પરથી નીચે પડી ગયો હતો. જો કે તેને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ માંઝો ફસાવાના કારણે તેનું ગળું વધારે જ કપાઈ ગયું હતું આથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જવાનની ઓળખ કોટેશ્વર રેડ્ડી તરીકે થઈ છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે કોટેશ્વર રેડ્ડી વિશાખાપટ્ટનમનો રહેવાસી હતો અને ઘટના સમયે લંગર હાઉસમાં રહેતો હતો. આ ઘટના બન્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે અને ચાઈનીઝ માંઝો વેચનાર પર તવાઈ કરી રહી છે. જો કે આ માંઝો ક્યાંથી આવ્યો તેની જાણકારી મળી નથી.ત્યારે આજે ઓસ્માનિયા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ જવાનના મૃતદેહને લશ્કરી સત્તાવાળાઓને સોંપવામાં આવ્યો છે.
28 વર્ષીય કોટેશ્વર રેડ્ડીની પત્નીએ તેના પતિના મૃતદેહને આંધ્રપ્રદેશમાં તેના નિવાસસ્થાને મોકલવા માટે વિનંતી કરી હતી. જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પોલીસે એફઆઈઆર નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે અને દોષિતોની શોધખોળ કરવામાં આવી રહી છે.લંગર હાઉસ પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે સાંજે 7 વાગ્યે આ ઘટના બની ત્યારે જવાન કોટેશ્વર રેડ્ડી બાઇક પર જઈ રહ્યા હતા. ગળામાં માંઝો ફસાઈ જતાં તેમનું ગળું કપાઈ ગયું અને તે બાઇક પરથી પડી ગયો હતો. તેને તાત્કાલિક મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500