બારડોલી-કડોદ રોડ પર વાયા RTO સર્કલ થઈ બસનો નવો રુટ ચાલુ કરવા માટે સ્વામી વિવેકાનંદ યુવક સંઘ દ્વારા બારડોલી ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી છે.
સ્વામી વિવેકાનંદ યુવક સંઘના પ્રમુખ રાજેશ વાઘ અને કાર્યકરોએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર બારડોલી શહેરમાં વસ્તીમાં વધારો થયો છે. ખાસ કરીને કડોદ બારડોલી રોડ પર ધામદોડ વિસ્તારમાં અનેક નવી સોસાયટીઓ બની છે. જેમાં સુરત તેમજ અન્ય સ્થાનો પર રોજી રોટી માટે લોકો બસ દ્વારા અપડાઉન કરતાં હોય છે. મોંઘવારીના સમયમાં ધામડોદ સાઈ મંદિરથી લિનિયર બસ સ્ટેન્ડ સુધીનું રિક્ષા ભાડું સામાન્ય માણસને પોષાય શકે તેમ નથી.
આથી સવારે 7.30 કડોદથી વાયા ધામડોદ જકાતનાકા વિસ્તાર થઈ સુરત માટે લોકલ બસ અને સાંજે પાંચ વાગ્યે સુરતથી કડોદ આ જ રુટ પર બસ દોડાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ રુટ પર ધામડોદ સાઈ મંદિર, શિવાજી ચોક, મહાકાળી ચોક અને મામલતદાર કચેરી–કોર્ટ નજીક સ્ટોપેજ આપવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500