Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોમ્પ્યુટર ઓપરેટર મંડળને સરકારી કર્મચારીનો દરજ્જો આપવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ

  • May 19, 2022 

તાપી જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયત ઇ-ગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેતન, લઘુતમ વેતનનો ભંગ થતો હોય કમિશન પ્રથા બંધ કરાવી ફિકસ વેતનથી નિમણૂંક અપાવી સરકારી કર્મચારીનો દરજ્જો આપવા તેમજ મુખ્યમંત્રી સાથે અધ્યક્ષતામાં થયેલ બેઠકમાં માંગણીઓ બાબત પર લેવાયેલ નિર્ણયનો અમલ કરવા બાબતે આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી હતી.



રાજય ગ્રામ પંચાયત વીસીઇ મંડળ મંત્રીને લેખિત રજૂઆત મુજબ 2016થી કરવામાં આવેલ છે તેમજ નવા મુખ્યમંત્રી અને પંચાયત મંત્રી બનતા તેમને પણ રજૂઆત કરતા ગત તા.21/10/21ના રોજથી હડતાળ કરવાની જાહેરાત મંડળે કરેલ જેથી પંચાયત મંત્રી દ્વારા ગત તા.20/10/21ના રોજ બેઠક કરીને વીસીઇના પ્રશ્નો અને માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવાની બાહેધરી આપેલ હતી.



જોકે ત્યારબાદ તા.27/10/21ના રોજ મુખ્યમંત્રી સાથે બેઠક કરાવીને પગાર ધોરણની માંગણીનુ નિરાકરણ કરવા મુખ્યમંત્રીએ સુચના આપતા સકારાત્મક બાહેધરી આપેલ હતી. આમ, પંચાયત વિભાગ દ્વારા 8 મહિના થવા છતાં માંગણીઓ બાબતે કોઇ અમલ ના કરતા અને ઇ-ગ્રામ સોસાયટી એસ.એલ.ઇ નિલકંઠ માતર દ્વારા પ્રાઇવેટીકરણ (b2c)ના મુદા લાવીને ખોટી માહીતી આપીને વીસીઇની માંગણી બાબતે કોઇ નિર્ણયના થાય તેવા પ્રયાસ થતા હોય વીસીઇનુ ભવિષ્ય અંધકારમય બનેલ છે.



મુખ્યમંત્રી અને પંચાયત મંત્રીએ માંગણી સ્વીકારી નિરાકરણ કરવાની બાહેધરી આપતા આશ્વાસન આપેલ તે આશ્વાસન ખરેખર ખોટુ આપવામાં આવેલ તેવુ ફલિત થાય છે અને ખોટી હૈયાધારણા આપેલ હોય તેમ લાગે છે. ઇ-ગ્રામ વીસીઈને રૂપિયા 1 પગાર આપવામાં આવતો નથી તેમજ અન્ય 05 માંગ તાપી વીસીઈ મંડળ દ્વારા કરાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application