Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાસ્ટર દ્વારા તરુણી ઉપર દુષ્કર્મ આચરવાની ઘટનાના વિરોધમાં મામલતદારને આવેદન આપવામાં આવ્યું

  • January 04, 2022 

માંગરોળમાં ધર્મ જાગરણ સંગઠન અને આર.એસ.એસ. દ્વારા સોનગઢમાં ખિસ્તી ધર્મના પાસ્ટર દ્વારા તરુણી ઉપર બળાત્કાર ગુજારવાની ઘટનાના વિરોધમાં મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાની સગીરા સાથે ઓળખાણ બનાવી પાસ્ટર દ્વારા વારંવાર દુષ્કર્મ કરી બાળકીને પીંખી નાખવામાં આવેલ અને તેની સાથે તેની પત્ની દ્વારા સગીર બાળકી સાથે થતા દુષ્કર્મની ઘટનાના ફોટા નરાધમની પત્ની દ્વારા પાડવામાં આવેલા આ ઘટના હાલમાં સામે આવેલ છે કે, આરોપીઓ સામે સખત પગલા ભરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.તાપી જિલ્લામાં નાબાલિક બાળકીઓ તથા સ્ત્રીઓ ઉપર વિધર્મીઓ દ્વારા અવારનવાર બળાત્કાર કરવાની, મૂળ ધર્મ વિરોધી પ્રવૃતિઓ કરવાની તથા હેરાન પરેશાન કરવા બાબતની ઘટનાઓ સામે આવી રહેલ છે ત્યારે તંત્ર દ્વારા આવા ધાર્મિક કેન્દ્રો ઉપર થતી સૃષ્ટિ વિરુદ્ધની પ્રવૃતિઓને કારણે કાયમ માટે આવા કેન્દ્રોને સીલ કરી સરકાર હસ્તક કરી લેવા અમારી માંગ છે આવી ઘટનાઓ સામે તંત્રએ લાલ આંખ કરવાની જરૂર છે તથા સગીરો ઉપર દુષ્કર્મ કરવા જેવી ઘટનાઓમાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય તથા તેવી ઘટનાઓ પાછળના મુખ્ય મહોરાઓને સમાજ સામે ઉજાગર કરવામાં આવે આપણા તાલુકામાં ધર્માંતરણ અને ચર્ચમાં થતી આર્થિક તથા જાતીય શોષણની પ્રવૃત્તિઓ ઉપર તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં નહિ પરિસ્થિતિ બગડે તેમ છે જેથી ઉપરોક્ત ઘટનાની ઝડપથી અને નિષ્પક્ષ તપાસ કરવામાં કચાશ રાખશે તો આગળ જતા શાંતિ ડહોળાય અને આંદોલનનું સ્વરૂપ લેશે તો તેની જવાબદારી તંત્રની રહેશે.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application