સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવા ડાંગ ખાતે ગત તા.૪/૯/૨૦૨૩ના રોજ એન્ટી રેગિંગ સમિતિ દ્વારા, આચાર્યશ્રી ડો. ઉત્તમભાઈ ગાંગુડેના માર્ગદર્શન હેઠળ રેગિંગ વિષય પર વ્યાખ્યાનનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમા વક્તા તરીકે કોલેજના પ્રાધ્યાપક શ્રી. આશુતોષભાઈ કરેવાર (ઇકોનોમિક્સ) ઉપસ્થિતિ રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીનીઓને રેગિંગ એટલે શું ? તેનાથી ઉભી થતી ફરિયાદ અને તેના નિવારણ માટે શું કરવુ, રેગિંગ કરનારને તેમજ રેગિંગમાં સાથ સહકાર આપનારને IPC ધારા અંતર્ગત કેવા પ્રકારના દંડ તેમજ સજાનું પ્રાવધાન છે. તે અંગેની વિગતે ચર્ચા કરી હતી.
તેમણે વધુમા જણાવ્યુ કે રેગિંગ કરનારને સ્કુલ કોલેજમાંથી હાકી કાઢવામાં આવે છે. તેમજ આવા વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ કે ફેલોશીપ પાછી ખેચી લઈ, તેને અભ્યાસથી દુર કરવામાં આવે છે. તેમજ ત્રણ વર્ષ સુધીની કેદ અને પચ્ચીસ (૨૫૦૦૦) હજારનો દંડ થઈ શકે છે. આમ રેગિંગને લગતી ઉત્તમ પ્રકારની માહિતી આપી હતી. આ કાર્યક્રમમા કોલેજની ૨૫૦થી વધારે વિદ્યાર્થીનીઓ ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. મુકેશભાઈ ઠાકોરે કર્યુ હતું. કાર્યક્રમની વ્યવસ્થા પ્રા. વિલાસિનીબેન પટેલ અને ડૉ તેજસભાઈ વાઘેલાએ કરી હતી. કાર્યક્રમમાં સાસ્કૃતિક સમિતિ વતી ડૉ.ભગિનાબેન એ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500