દિવસે દિવસે માણસોની પ્રાણીઓ સાથેની ક્રૂરતાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પણ ઈન્દોરમાં રોજ આવતી જતી વખતે શ્વાન ભસતો હોવાના ગુસ્સાને પગલે વ્યક્તિએ શ્વાનને ફાંસીએ ચઢાવી દીધો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી.
ઈન્દોરમાં બનેલી આ હિચકારી ઘટનામાં એક શખ્સે માત્ર શ્વાન રોજ તેને આવતા જતા જોઈને ભસતું હોવાનો ગુસ્સો મનમાં રાખીને રખડતાં શ્વાનને ફાંસી આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બાબતે ઈન્દોરના બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાણીઓ પર ક્રૂરતાનો મામલો સામે આવ્યો છે. પોલીસે પીપલ ફોર એનિમલ્સના પ્રિયાંશુ જૈનની ફરિયાદને પગલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પશુ-પક્ષીઓ સાથેની આવી ક્રુરતાનો આ પહેલો બનાવ નથી. ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બની છે. આવું કૃત્ય કરનારાઓ સામે જો કડક કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં કોઇ પણ વ્યક્તિ કોઇ પણ પશુ કે પ્રાણી સાથે આવુ કરતા પહેલાં 100 વખત વિચાર કરશે.પીપલ ફોર એનિમલ્સના પ્રિયાંશુ જૈને બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા બચ્ચલાલ યાદવ વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે,તેમણે શ્વાનને ગળામાં દોરડું બાંધીને લટકાવી દીધું હતું. તેણે પોલીસ સમક્ષ તેની સાથે સંબંધિત કેટલાક ફોટા પણ રજૂ કર્યા હતા અને તેના આધારે પોલીસે આરોપી બચ્ચલાલ યાદવ સામે પ્રાણી ક્રૂરતા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપીને જોઈને શ્વાન રોજ ભસતો હતો અને તેના કારણે તેણે શ્વાન સાથે આવું કૃત્ય કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500