Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રશિયામા એક વિમાનનું ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ થયુ, વિમાનમાં સવાર 167 મુસાફરોનો થયો આબાદ બચાવ

  • September 13, 2023 

રશિયાના એક વિમાનનુ ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ થયુ છે. આ વિમાનમાં 167 મુસાફરો સવાર હતા. જેમનો આબાદ બચાવ થયો છે. મળતા અહેવાલ અનુસાર, રશિયાના આ વિમાને બ્લેક સી કિનારે આવેલા રિસોર્ટ સોચીથી સાઈબિરિયાના શહેર ઓમ્સ્ક માટે ઉડાન ભરી હતી. એરબસ એ-320 પ્રકારના વિમાને ઉડાન ભર્યા બાદ મંગળવારે સાઈબિરિયાના એક ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો વારો આવ્યો હતો. અધિકારીઓએ તેનો એક વિડિયો ફૂટેજ પણ જાહેર કર્યો છે. જોકે લેન્ડિંગ દરમિયાન મુસાફરો સુરક્ષિત હોવાનો દાવો પણ અધિકારીઓએ કર્યો છે.



મોસ્કોની સિવિલ એવિએશન ઓથોરિટીએ કહ્યુ હતુ કે, યુરાલ એરલાઈન્સના વિમાનનુ સફળતાપૂર્વક લેન્ડિંગ થયુ હતુ. જેમાં કુલ 167 લોકો સવાર હતા. તેમાં 9 ક્રૂ મેમ્બરનો સમાવેશ થતો હતો. યુક્રેન સાથેના યુધ્ધના કારણે રશિયાનુ ઉડ્ડયન સેકટર પહેલેથી જ પ્રભાવિત થયુ છે અને તેમાં હવે રશિયન એરલાઈનને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. ચાર વર્ષ પહેલા પણ રશિયન વિમાન એ-321 પક્ષીઓ સાથે ટકરાયુ હતુ અને આ જ રીતે મકાઈના ખેતરમા લેન્ડ કરવાની ફરજ પડી હતી. વિમાનમાં સવાર 233 લોકો પૈકી 23ને ઈજા પણ થઈ હતી. તે વખતે એન્જિનમાં આગ પણ લાગી હતી. આ વિમાનના પાયલોટને લોકોને બચાવવા માટે સન્માનિત કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application