Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા એસ.ટી.ડેપો દ્વારા આહવાથી ગાંધીનગરનો વધારાનો રૂટ શરૂ કરાયો

  • August 18, 2023 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજયના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી, રાજ્યના પાટનગર ગાંધીનગર જતા-આવતા મુસાફરો જનતાની સુવિધા માટે આહવા-ગાંધીનગર નો વધારાનો એક રુટ શરૂ કરવામાં આવ્યો છે. આહવાના ડેપો મેનેજર તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લામાથી રોજબરોજ ઘણા વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારી/અધિકારીઓ, તથા આમ પ્રજાજનો પાટનગર ગાંધીનગર સુધી જુદા-જુદા પ્રસંગે, સરકારી કામે, કે અભ્યાસર્થે આવતા-જતાં હોય છે. જેમની માંગણી અને લાગણી પ્રત્યે ડાંગ કલેક્ટર તથા એસ.ટી.ડિવિઝન-વલસાડનાં વિભાગીય નિયામકશ્રી હકારાત્મક અભિગમ દાખવતાં, આહવાથી ગાંધીનગરનો એક વધુ રૂટ શરૂ કરી, મુસાફર જનતાને તેનો લાભ લેવા અનુરોધ કર્યો છે.



ઉલ્લેખનીય છે કે, તા.૧૭/૮/૨૦૨૩થી શરૂ કરાયેલી આ બસ આહવાથી દરરોજ સવારે ૧૦:૧૫ કલાકે વાયા પિંપરી, કાલીબેલ, ભેંસકાતરી, વ્યારા, બારડોલી. સુરત, વડોદરા, અમદાવાદ થઈ રાત્રે ૨૧:૦૦ કલાકે ગાંધીનગર પહોંચી રાત્રિ મુકામ કરશે. જે બીજા દિવસે સવારે ૬:૩૫ કલાકે ગાંધીનગરથી નીકળી વાયા અમદાવાદ, વડોદરા, સુરત, બારડોલી, વાલોડ, બુહારી, ઉનાઇ, વાંસદા, વઘઇ, પિંપરી થઈ સાંજે ૧૭:૨૦ કલાકે આહવા આવી પહોંચશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application