Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિલા બીટગાર્ડનું અપહરણ કરવાના પ્રકરણમાં એક આરોપી પકડાયો, ટવેરા પણ કબ્જે કરાઈ

  • January 14, 2023 

વ્યારાના તાડકુવા ગામના એક વજન કાંટા પરથી રાત્રીના સમયે એક ટવેરા કારમાં સવાર બે ઇસમોની ગાડીમાં તપાસ માટે આવેલા ફોરેસ્ટ વિભાગના એક મહિલા કર્મચારીનું અપહરણ કરી ગયા બાદ સોનગઢના ચોરવાડ ગામના પાટિયા નજીક ઉતારી આરોપીઓ ફરાર થઇ ગયા હતાં.આ બનાવમાં સંડોવાયેલા એક આરોપીની સોનગઢ પોલીસે અટક કરી ટવેરા કબ્જે લીધી હતી.




મળતી માહિતી મુજબ વ્યારા વન વિભાગ માં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતાં શ્વેતલ બહેન ગામીતને ગત 10મી એ રાત્રે આશરે ૯ કલાકે બાતમી મળી હતી કે, એક ટવેરા કાર નંબર જીજે/૧૫/બીબી/૨૦૧૯ માં જંગલ ચોરીના લાકડાં ભરવામાં આવ્યાં છે.મહિલા બીટગાર્ડને બાતમી મળતા જ તાડકુવા ગામ નજીક એક વજન કાંટા પર પહોંચ્યા હતાં.આ સમયે બાતમી મૂજબ ની ટવેરા નજરે પડતાં તેઓ તપાસ કરવા ગયા ત્યારે કારમાં બેસેલા બે ઇસમોએ તેમને ટવેરામાં ખેંચી લઇ અપહરણ કરી લીધું હતું અને બાદમાં હાઇવે પર આવેલ ચોરવાડ ગામના પાટિયા પાસે ઉતારીફરાર થઇ ગયા હતા.




આ બનાવમાં સંડોવાયેલા આરોપીની તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી કાર સાથે સોનગઢના ગૂનખડીથી તારપાડા રોડ થઈ પસાર થવાના છે. વોચ ગોઠવવામાં આવતાં ગુનામાં સંડોવાયેલો હાબેલ સોમા ભાઈ ગામીત રહે,ટાપરવાડા નાનો ટાવેરા કાર સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ અને ટવેરા કાર મળી કુલ ૨ લાખથી નો મુદ્દામાલ સીઝ કર્યો હતો.



આરોપીઓ રીઠા ગુન્હેગાર

આ બનાવમાં ઝડપાયેલો આરોપી 2021 ના વર્ષ માં ગેરકાયદે પશુ ની હેરફેર કરતાં પણ પોલીસ ના હાથે ઝડપાયો હતો અને તેની સામે ગુનો દાખલ થયો હતો.આ બનાવમાં ટવેરા કાર માં વાડીરૂપગઢ ગામ ના ઉત્તમ ગામીત અને મોટા તારપાડા ગામના વિરલ દિવાળીયા ભાઈ ગામિતે લાકડાં ભરાવી આપ્યાં હતાં.અને હાબેલ સાથે અન્ય એક આરોપી કાર માં લાકડાં લઈ રવાના થયા હતાં,ઝડપાયેલા આરોપી અને અન્ય સહ આરોપીઓ સાથે મળી પશુ હેરફેર તથા ગેર કાયદેસર રીતે જંગલ માંથી લાકડા ભરી તેનું વેચાણ કરી આર્થિક લાભ મેળવવાની ટેવ વાળા હોવાનું બહાર આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application