Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના ટાવલી ગામ માંથી વરલી મટકાનો જુગાર રમાડતા એક ઝડપાયો, એક વોન્ટેડ

  • November 08, 2020 

ઉચ્છલ તાલુકાના ટાવલી ગામમાં રહેતો નીતેશભાઈ જાલમસિંગભાઈ વસાવા પોતાના આર્થિક લાભ માટે મુંબઈ થી નીકળતા વરલી મટકા ના આંકડા ઉપર પૈસા વતી હારજીતનો જુગાર રમાડતો હોય આજરોજ ઉચ્છલ પોલીસ ની રેઇડમાં ઝડપાઈ ગયો હતો.

 

 

પોલીસે તેની અંગ ઝડતી દરમિયાન રોકડ રકમ, એક મોબાઈલ ફોન તેમજ જુગારના સાધનો મળી કુલ રૂપિયા 3370/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો, પોલીસ તપાસમાં મુંબઈ થી નીકળતા વરલી મટકા ના આંકડા ઉપર પૈસા વતી હારજીતનો જુગાર રમાડનાર અનીલભાઈ રહે, પીપલોદ ગામ તા.નંદુરબાર (મહારાષ્ટ્ર) નો હોવાનો જાણવા મળ્યું હતું.જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અતુલભાઈ રાજેન્દ્રભાઈ ની ફરિયાદના આધારે આરોપીઓ વિરુધ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application