Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોબાઇલ ઝૂંટવી ફરાર થનાર ગેંગનો એક આરોપી ઝડપાયો

  • December 13, 2022 

વાપી GIDC વિસ્તારમાં થોડા સમયથી રાહદારીઓના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી ફરાર થનારી ગેંગ સક્રિય થઇ હતી જેને લઇ પોલીસે અજાણ્યા ચોર ઈસમોની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ સ્ટાફનાં માણસો GIDC વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે સમયે મળેલી બાતમીનાં આધારે રેમન્ડ સર્કલ પાસે રોડ ઉપર બાતમી વાળી બે એક્સેસ મોપેડ આવતા જોઇ બંને ચાલકોને અટકાવી મોપેડનાં કાગળો માંગતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.




જ્યારે અંગઝડતી કરતા તેઓ પાસેથી 6 મોબાઇલ મળી આવતા બીલો બાબતે પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરી હતી કે, ગત તા.8 ડિસેમ્બરે સવારે કચ્છી માર્કેટ સામેથી એક રાહદારીના હાથમાંથી વન પ્લસ આર ફોન ઝૂંટવી તેઓ ફરાર થઇ ગયા હતા. જોકે હાલ આરોપી હર્ષ પંકજ ઝા (રહે.દાભેલ, રમણભાઇની ચાલ) અને રોહિત છેદીલાલ નિર્મલ (રહે.જીતુભાઇની ચાલ દાભેલ-દમણ) પાસેથી બે મોપેડ જેની કિંમત રૂપિયા 80,000/- અને 6 નંગ  મોબાઈલ મળી કુલ રૂપિયા 1,46,000/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application